ગુરુવાર, 12 જુલાઈ, 2012

હાટડીઓ


હાટડીઓ રાજકારણની જુઓ
આ દુકાનો સાજ-ખાપણની જુઓ
જીવતા સળગાવે માણસને હવે
ઘેનમાં  ચકચૂર રાવણને જુઓ...હાટડીઓ

ચૂંટણીઓ જીતવી છે બસ યેનકેન
'સીટ'ના અદ્ભુત કામણને જુઓ
માતનું ધાવણ ભલે લાજે હવે
રાજ ભૂખ્યા શુદ્ર બામણને જુઓ..હાટડીઓ

જે બડાશો મારશે તે હારશે
તે ગુમાવે 'આમ' થાપણને જુઓ
જોઈ કુદ્યા ચેનલોના તારણો
ચેનલોમાં 'પોલ' તારણને જુઓ...હાટડીઓ

ચુંટણીમા માનવો સંસ્કારને
કેમ ભૂલ્યાં? આજે કારણને જુઓ
જો 'અભણ'ની વાત લાગે ઝેર શી
ઝેરના તમે કો'ક મારણને જુઓ...હાટડીઓ
અભણ અમદાવાદી

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ