ગુરુવાર, 25 જુલાઈ, 2013

શ્વાસમાં રંગોળી

 
કેસરી શ્વાસમાં સૂર્ય ઊગી ગયો
રસની રંગોળીમાં રંગ પૂરી ગયો

વાદ્યને મન મુકીને વગાડો કહી
તાલના ઘેનમાં તાર ડૂબી ગયો

શુક્રના માર્ગદર્શન મુજબ ચંદ્રમા
રાસ ગરબાની મસ્તીમાં ઝૂમી ગયો

સાત ઘોડાના રથ પર થઈને સવાર
મોરલો આભમાં દૂર સુધી ગયો

આખરે પૂર્ણતા પ્રાપ્ત થઈ પ્રેમને
શ્વાસના નૃત્યનો શ્વાસ છુટી ગયો
અભણ અમદાવાદી
 

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ